ભારતીય નૌસેનાને આજે INS વાગીર અટેક સબમરિન મળી ગઈ. આ સમબરિનને રક્ષા વિશેષજ્ઞો સાયલન્ટ કિલર શાર્કના નામથી ઓળખે છે. આ સમબરિન છુપી રીતે હુમલો કરવામાં સક્ષમ હોવાથી દુશ્મન દેશનું બ્લડ પ્રેશર વધવા લાગ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય નૌસેનાની તાકાતમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે નૌસેનામાં INS વાગીર સબરિનની એન્ટ્રી થતાં દુશ્મનોની ઊંઘ હરામ થઈ જવાની છે. સંપુર્ણ સ્વદેશી એવી INS વાગીર પાંચમી ડીઝલ ઇલેક્ટ્રિક અટેક સ્કોર્પિન સબમરીન છે. આ સબમરિન પ્રોજેક્ટ પી-75 અંતર્ગત તૈયાર થઈ છે. જે કલવારી ક્લાસ સબમરિન હેઠળ બનનારી પાંચમી સબમરિન છે. જે અત્યાર સુધીની તમામ સ્વદેશી રીતે બનેલી સબમરીનમાં સૌથી ઓછા સમયમાં તૈયાર થવાનું ગૌરવ ધરાવે છે.


નૌસેનાની સાયલન્ટ કિલર 


સંપુર્ણ રીતે સ્વદેશી સબમરિન છે INS વાગીર 
ખતરનાક મિસાઈલ અને ટોરપીડોથી સજ્જ હશે
દરિયાની અંદર લેન્ડ માઈન્ડ પાથરવામાં સક્ષમ
દરિયામાં 350 મીટર ઉંડાઈમાં પહેરો ભરી શકે છે
સ્ટેલ્થ ટેક્નિકથી સજ્જ હોવાથી દુશ્મન શોધી નહીં શકે 
એન્ટી શિપ મિસાઈલો પણ લાગેલી હશે 
દુશ્મનોને શોધીને સટીક વાર કરવામાં સક્ષમ
દુશ્મનોના રડારમાં પણ નહીં પકડાઈ INS વાગીર 


નિકાહ પહેલા વરરાજા 25 લાખનું દહેજ લઈને ફરાર, જાન લાવવા વિનંતી કરી તો માંગી કાર


શું સરકાર ફ્રીમાં બધા વિદ્યાર્થીઓને આપી રહી છે લેપટોપ? જાણો વાયરલ મેસેજનું સત્ય


પહેલાં ગળાડૂબ પ્રેમની વાતો અને પછી પ્રેમિકાના શરીરના ટુકડા! શ્રદ્ધાકેસમાં ચાર્જશીટ


INS વાગીરની ખાસિયત
સબમરિનની લંબાઈ 221 ફુટ, બીમ 20 ફુટ 
સબરિનની ઉંચાઈ 40 ફુટ, ડ્રોટ 18 ફુટ
નૌસેના 8 અધિકારી અને 35 સૈનિકો રહી શકે તેવી વ્યવસ્થા
સબરિનની અંદર ઓક્સિજન બનાવવામાં સક્ષમ
સમુદ્રની ઉપરી સપાટીમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે
સમુદ્રની અંદર 37 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ
INS વાગીર સમુદ્રમાં સતત 50 દિવસ સુધી રહી શકે છે 


હવે ભારતીય નૌસેનાને INS વાગીર સ્વરૂપે મળનારી સાયલન્ટ કિલર શાર્ક દુશ્મનોનો પરસેવો છોડાવવા માટે સક્ષમ છે. ત્યારે INS વાગીરની એન્ટ્રીથી આપણા પાડોશી ગણાતા દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube